તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
જેતપુરમાં પ૧.૪૦ લાખની કાપડની ગાંસડીની ચોરી
ટ્રાન્સપોર્ટમાં ડીલેવરી માટે આવેલ કાપડની ગાંસડીઓ વેપારીને ન પહોંચાડી ચોરી કરીઃ મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટર સામે પોલીસમાં ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૩: શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટમાં મેનેજર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા બે શખ્સોએ ટ્રાન્સપોર્ટમાં ડીલેવરી માટે આવેલ કાપડની ગાંસળીઓ વેપારીને ન પહોંચાડી ચોરી કર્યા ની ફરિયાદ ઉદ્યોગ નગર પોલીસમાં થઇ છે.
બનાવની વિગત એવી છે કે અત્રેના નવાગઢ રેલવે બ્રિજ નજીક આવેલ રાજધાની ટ્રાન્સલોજીસ્ટીક નામના ટ્રાન્સપોર્ટમાં સંચાલક તરીકે ફરજ બજાવતા વિનુભાઈ ગિરધરભાઈ ગોંડલીયા તેમજ તેના પુત્ર પંકજભાઈ (રાજકોટ) એ ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે મિતેશ મનજીભાઈ રામાણી (જુનાગઢ રોડ હોટલ ઉત્સવ સામે) ને રાખેલ બાદ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આદિલ ઈરફાન ભાઈ લુલાણીયા ને કામે રાખેલ તેમને ટ્રાન્સપોર્ટમાં આવેલ માલ દરેક લોકોને પહોંચાડવાનું કામ કરવાનું હોય આ બંને શખ્સોએ મિલીભગત કરી ટ્રાન્સપોર્ટમાં અન્ય રાજ્યોમાંથી આવતી કાપડની ગાંસડીઓ જે તે વેપારીને પહોંચાડેલ ન હોય ચાર માસ પહેલા લાલજીભાઈ મનજીભાઈ વાઘાણીએ પંકજભાઈ ને ફરિયાદ કરેલ કે અમારો માલ પહોંચેલ નથી જેથી આ અંગે પંકજભાઈએ મેનેજર મિતેશ ને પૂછતા ગલ્લા કલ્લા કરવા લાગેલ અને સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ કોમ્પ્યુટરમાં તપાસ કરતા કોમ્પ્યુટરમાં સ્ટોક બરોબર બતાવતો હોય આ બાબતે ઊંડી તપાસ કરતા એ વી જી ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર ની ૨૪ કિંમત રૂ. ૧૦,૦૮,૦૦૦ ની ગાંસડી, શ્રી કિસાન ટેકસટાઇલ મિલ ડોમ્બિવાલી ની કિંમત રૂ. ૩૯,૨૨,૦૦૦ ની ગાંસડી ૭૪, રૂમિત કોટન ફેબ ની રૂ. ૧,૦૫,૦૦૦ ની ૩ ગાંસડી, પદમાં એન્ટર પ્રાઈઝ ની રૂ. ૧,૦૫,૦૦૦ ની ૫ ગાંસડી મળી કુલ ૧૦૬ કાપડ ની ગાંસડી કિંમત રૂ. ૫૧,૪૦,૦૦૦ ની ચોરી કરી હોવાનું માલુમ પડતા સંચાલક વિનુભાઈ ગોંડલીયા એ ઉદ્યોગ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મેનેજર મિતેશ રામાણી તથા કોમ્પ્યુટર ઓપરેટર આદિલ લુલાણીયા વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
