તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
વાદળા છવાયાઃ કચ્છમાં ધુળની ડમરીઓ ઉડીઃ પવનના સૂસવાટા
સોૈરાષ્ટ્ર-કચ્છમાં પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થવાની આગાહી વચ્ચે હવામાનમાં પલ્ટોઃ ઉકળાટ યથાવત

રાજકોટ તા.૩૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થઇ છે અને આજે સતત ત્રીજા દિવસે પવનના સૂસવાટા ફુંકાઇ રહયા છે. અને કચ્છમાં ધુળની ડમરીઓ ઉડી રહી છે. જો કે અસહ્ય ઉકળાટ યથાવત છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃકચ્છમાં ગઈકાલથી ઉડતી ધૂળની ડમરીઓએ જનજીવનને પરેશાન કર્યું છે. ગઈકાલથી વેગીલો પવન ફૂંકાઈ રહ્યો છે. દરમ્યાન કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે અગરિયાઓને મીઠાના અગર છોડી સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી છે. તૈયાર મીઠાનો જથ્થો, સોલાર પંપ સહિતની ચીજ વસ્તુઓ સલામત સ્થળે ખસેડી લેવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા તા.૩૦ અને ૩૧ આજે તેમ જ આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આગોતરી તૈયારી સ્વરૂપે આ સૂચના બહાર પાડવામાં આવી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ શહેર મહત્તમ તાપમાન ૪૨.૭ ડીગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમી નો પ્રકોપ યથાવત રહ્યો છે. શહેરમાં લઘુત્તમ તાપમાન પણ વધતા રાત્રી ગરમી વધી છે.આજે ભાવનગરમાં ૩૦ કિ.મી. ની ઝડપે ગરમ લુ ફેકાઈ હતી. ગરમીથી નગરજનો તોબા પોકારી ગયા છે. દિવસભર ગરમ લુ થી લોકો અકરાયા હતા. બપોરે રસ્તાઓ સુમસાન હતા.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
