તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘ સવારી : વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો
24 કલાકમાં ચાર ઇંચ વરસાદ:સાંજના છ વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો: વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા અઢી ઇંચ વરસાદ નોંધાયો છે જયારે 24 કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે
ધોરાજીમાં ગુરૂવાર આજરોજ બપોરે એક વાગે ધીમીધારે વરસાદનો પ્રારંભ થતાં સાંજના છ વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે
સતત બીજા દિવસે વરસાદનું પ્રમાણ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
અનેક ખેડૂતો એ વાવેતર પણ શરૂ કરી દીધું છે
સતત ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી ધોરાજી પંથકમાં વરસાદ ચાલુ રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડક જોવા મળી રહી છે
ધોરાજી શહેરમાં 24 કલાકમાં 101મી એટલે કે ચાર ઇંચ જો વરસાદ નોંધાઈ ગયો છે હજુ ધીમીધારે વરસાદ ચાલુ છે
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
