તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ
મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીના ચમકારા બાદ હુંફાળુ વાતાવરણ

રાજકોટ તા. ર૪ :.. રાજ્યમાં આજે સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે વહેલી સવારે અનેક શહેરોમાં લોકોએ ગરમ કપડાં અને શાલ ઓઢીને ઘરની બહાર નીકળવું પડ્યું હતું.
આજે રાજ્યનું સૌથી ઠંડુ મથક નલિયા રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન ર્ં૧૩.૮ ડિર્ગ્રીં નોંધાયું હતું. કચ્છમાં ઠંડીનું જોર વધ્યું છે. બીજા ક્રમે ઉત્તર ગુજરાતનું ડીસા રહ્યું, જ્યાં ર્ં૧૫.૭ ડિર્ગ્રીં તાપમાન નોંધાયું હતું.સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજકોટમાં ૧૮.૬જી અને ભાવનગરમાં ૧૯.૦જી તાપમાન નોંધાયું હતું. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, વેરાવળ અને ઓખામાં ભેજના કારણે ઠંડી ઓછી પરંતુ પવન સાથે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. દ્વારકામાં ૨૧.૮જી તાપમાન રહ્યું હતું. (પ-૧ર)
કયાં કેટલી ઠંડી
નલિયા ૧૩.૮ ડીગ્રી
ડીસા ૧૫.૭ ડીગ્રી
બરોડા ૧૬.૬ ડીગ્રી
ભુજ ૧૭.૪ ડીગ્રી
અમદાવાદ ૧૮.૦ ડીગ્રી
કંડલા ૧૮.પ ડીગ્રી
રાજકોટ ૧૮.૬ ડીગ્રી
ભાવનગર ૧૯.૦ ડીગ્રી
દીવ ૧૯.૮ ડીગ્રી
દમણ ૨૧.૨ ડીગ્રી
સુરત ૨૧.૨ ડીગ્રી
દ્વારકા ૨૧.૮ ડીગ્રી
પોરબંદર ૨૨.૩ ડીગ્રી
વેરાવળ ૨૨.૭ ડીગ્રી
ઓખા ૨૩.૮ ડીગ્રી
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
