News of Wednesday, 25th November 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે અને વહેલી સવારે ઠંડીની વધુ અસર
જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણઃ બપોરે ગરમી

રાજકોટ તા.૨૫: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર રાત્રે અને વહેલી સવારે વધુ અનુભવાય છે. જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરે ગરમીની વધુ અસર વર્તાય છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ વધ્યો છે, આજે રાજ્યના મોટાભાગના સ્ટેશનોએ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, સૌથી ઓછું લઘુતમ તાપમાન ગાંધીનગર અને નલિયામાં ૧૨.૦ ડિગ્રી નોંધાયું છે, જેના કારણે આ બંને વિસ્તારો રાજ્યમાં સૌથી ઠંડા રહ્યા છે.
અમરેલીમાં ૧૫.૨ ડિગ્રી, વડોદરા અને ડીસામાં ૧૫.૪ ડિગ્રી, અમદાવાદ અને રાજકોટમાં ૧૫.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, ભુજમાં ૧૬.૮, ડાંગમાં ૧૬.૦, પોરબંદરમાં ૧૬.૧, સુરેન્દ્રનગરમાં ૧૬.૪, જૂનાગઢમાં ૧૭.૨, કંડલામાં ૧૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે, ભાવનગરમાં ૧૮.૩, દમણ અને દીવમાં ૧૮.૪, સુરતમાં ૧૮.૬ ડિગ્રી તાપમાન રહ્યું છે, દ્વારકામાં ૨૦.૨, વેરાવળમાં ૨૧.૬ અને ઓખામાં ૨૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, આમ દરિયાકાંઠાના વિસ્તારોની સરખામણીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવન સાથે ઠંડીનું જોર વધતા લોકોએ ગરમ કપડાં કાઢયા છે, હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહી શકે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત મુજબ લઘુતમ તાપમાન ૨૦, મહતમ ૩૦, ભેજ ૪૮ ટકા અને પવન ૪ કિ.મી. પ્રતિ કલાક રહયો છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
