તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને વહીવટી તંત્ર પૂરી રીતે એક્શન મોડમાં
ફાયર બ્રિગેડ અને NDRF ની ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 380 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા :ધારી અને સાવરકુંડળમાં NDRF ટિમ સ્ટેન્ડ બાય

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને વહીવટી તંત્ર પૂરી રીતે એક્શન મોડમાં છે. આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કલેક્ટરે ફાયર બ્રિગેડની મુલાકાત લઈને આપત્તિ સમયની સજ્જતા અને સાધનોની સમીક્ષા કરી છે
અમરેલી ફાયર બ્રિગેડ અને NDRF ની ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 380 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે
ફાયર બ્રિગેડ દ્વારા સાવરકુંડલાના કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી એક ઈકો કારમાંથી 7 લોકોનો આબાદ બચાવ કરાયો હતો. આ ઉપરાંત ભેરાઈ અને બવાડી ગામમાંથી પણ અનેક લોકોને રેસ્ક્યૂ કરાયા છે
સ્થળાંતરિત કરાયેલા તમામ નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા રહેવા તેમજ ભોજનની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ના કંટ્રોલ રૂમ દ્વારા જિલ્લાની પળેપળની પરિસ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
