તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
બોટાદમાં કોળી ઠાકોર પરિવાર પર હુમલા મામલે સમાજમાં રોષ :ન્યાયની માંગ સાથે એક વિશાળ સમાજ સંમેલન
જો વહેલી તકે કાયદેસરની સખત કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની ચીમકી

બોટાદમાં બેસતા વર્ષના દિવસે કોળી ઠાકોર પરિવાર પર થયેલા હુમલાના કેસમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે એક વિશાળ સમાજ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જો વહેલી તકે કાયદેસરની સખત કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
