<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ફરિયાદી સિમ્‍બા સિરામિકને સોલાર પેનલમાં ખામી બદલ નવી પેનલ ફીટ કરી આપવા હુકમ

સુરેન્‍દ્રનગર જિલ્લા ગ્રાહક ફોરમનો એરસન સોલાર કંપનીને આદેશઃ નુકશાન પેટે રૂા. ૭ લાખ ૭ ટકાના વ્‍યાજ સાથે પણ ચુકવવા

રાજકોટ, તા. ૧૯: સુરેન્‍દ્રનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સમક્ષ ચાલી ગયેલ ગ્રાહક ફરિયાદ કમિશન દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપીને ભાગીદારી પેઢી એરસન સોલાર કંપની તથા તેના ભાગીદારો હિતેશ ધીરજલાલ વ્‍યાસ અને જતિન જયંતીલાલ પ્રજાપતિને સેવામાં ગંભીર ખામી (Deficiency in Service) બદલ જવાબદાર ઠેરવ્‍યા છે.

કેસ ની હકીકત મુજબ મે. સિમ્‍બા સિરામિક દ્વારા પોતાના ઔદ્યોગિક એકમ માટે સામાવાળા એરસન સોલાર કંપની પાસેથી ૧૦૦ KV SOLAR PANEL ખરીદીને ઇન્‍સ્‍ટોલ કરાવવામાં આવ્‍યા હતા. જોકે, પ્‍લાન્‍ટ કાર્યરત થયા બાદ પેનલ્‍સ નબળી ગુણવત્તાવાળી હોવાનું સામે આવ્‍યું હતું અને કરાર મુજબ પૂરતું વીજ ઉત્‍પાદન ન મળતાં ફરિયાદી દ્રારા કંપની તથા તેના ભાગીદારો સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્‍ય ઉકેલ ન મળતાં આખરે સુરેન્‍દ્રનગર ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં ફરિયાદી સિમ્‍બા સિરામિક વતી રાજકોટના જાણીતા ધારાશાષાી દિવ્‍યેશ આર. છગ રોકાયેલ હતા. તેમણે ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈઓ, કરારની શરતો અને વીજ ઉત્‍પાદનની ખામી અંગેના મજબૂત દસ્‍તાવેજી પુરાવાઓ વિદ્વાન વકીલશ્રીની કાયદાકીય દલીલોને ગ્રાહક કમિશને માન્‍ય રાખી સામાવાળા-એરસન સોલાર એલ.એલ.પી અને તેના ભાગીદારો હિતેશ ધીરજલાલ વ્‍યાસ અને જતિન જયંતીલાલ પ્રજાપતિને પોતાના ખર્ચે વારી (Waaree) કંપનીની BIS પ્રમાણિત ૩૩૫ WP Poly-૨૯૮ મોડયુલ ધરાવતી ૧૦૦ કેવી (૧૦૦ KV) સોલાર પેનલ્‍સ અથવા વારી કંપનીની તેટલી જ ક્ષમતા ધરાવતી સુપીરીયર ક્‍વોલિટીની ૧૦૦ કેવી સોલાર પેનલ્‍સ ફરિયાદીના એકમ પર બેસાડી આપવી. ઉપરાંત સેવામાં ખામી અને આર્થિક નુકસાન પેટે રૂા. ૭,૦૦,૦૦૦ (અંકે રૂપિયા સાત લાખ પૂરા) વાર્ષિક ૭ ટકાના વ્‍યાજ સાથે હુકમની તારીખથી ૩૦ દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કેસમાં ફરિયાદી સિમ્‍બા સિરામિક વતી રાજકોટના જાણીતા ધારાશાષાી દિવ્‍યેશ આર. છગ રોકાયેલ હતા.

(1:48 PM IST)