<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ગોંડલ હોસ્પિટલના મુદ્દે નિવેદન આપતા કોંગ્રેસના તાલુકા પ્રમુખ સામે ફરિયાદ:હવે લલિત વસોયા સમર્થનમાં આવ્યા

લલિત વસોયાએ કહ્યું - આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર નેતાને દબાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે.

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સામે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ અને મૃતદેહના મામલે કોઈપણ જાતના વેરિફિકેશન વગર નિવેદન આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે તેમના આ નિવેદનથી શહેરની શાંતિ ભંગ થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત વસોયા હર્ષદસિંહના સમર્થનમાં આવ્યા છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર નેતાને દબાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ખોટી ફરિયાદ અંગે હવે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(6:20 PM IST)