<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

પોરબંદરમાં વિકાસ કાર્યોની સ્‍થળ ઉપર સંપૂર્ણ જાણકારી માટે કયુ આર કોડના બોર્ડ

મેયર સાગરભાઇ મોદી દ્વારા પારદર્શક વહીવટની પહેલ : નાગરિકો પોતાના મોબાઇલમાં ‘‘કયુ આર'' સ્‍કેન કરીને સંબંધિત વિકાસ પ્રોજેકટની વિગતો જાણી શકશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬: મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છે. વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયસર પૂર્ણ થાય અને કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે અને વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સુનિヘતિ કરવા માટે  મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્‍યો છે.

હવે શહેરમાં ચાલી રહેલા તેમજ ભવિષ્‍યમાં શરૂ થનારા તમામ વિકાસ કાર્યોના સ્‍થળે  કયુ આર કોડ સાથે વિકાસ કામની જાણકારીના બોર્ડ ફરજિયાત મૂકવામાં આવશે. મેયરશ્રી સાગરભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે શહેરમાં હાલમાં જ્‍યાં-જ્‍યાં વિકાસના કામો ચાલી રહ્યા છે ત્‍યાં આગામી સાત દિવસની અંદર આવા બોર્ડ લગાવવા માટે સંબંધિત અધિકારી અને કોન્‍ટ્રાક્‍ટરોને સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત ભવિષ્‍યમાં શરૂ થનારા તમામ નવા વિકાસ કાર્યોમાં વિકાસ પ્રોજેકટ બોર્ડ લગાવ્‍યા બાદ જ કામ શરૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે.

આ બોર્ડ કયુ આર કોડ સાથેનું હશે, જેના માધ્‍યમથી કોઈપણ નાગરિક પોતાના મોબાઇલ ફોનમાં કયુ આર સ્‍કેન કરીને સંબંધિત પ્રોજેક્‍ટની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ નવી વ્‍યવસ્‍થા હેઠળ નાગરિકોને પ્રોજેક્‍ટનો અંદાજિત ખર્ચ, વર્ક ઓર્ડરની વિગતો, કામગીરીની શરૂઆત અને પૂર્ણતાની તારીખ, નિર્ધારિત સમયમર્યાદા, કામની હાલની પ્રગતિ, કોન્‍ટ્રાક્‍ટરની વિગતો, ઉપયોગમાં લેવાતા મટીરિયલની માહિતી, ગુણવત્તાના ધોરણો તેમજ અન્‍ય જરૂરી વિગતો પોતાના મોબાઇલમાં જ મળી રહેશે. 

(1:25 PM IST)