<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

કાલે ધોરાજીના દારૂલ ઉલુમ મદરસા-એ-મિસ્‍કીનીયામાં કોન્‍ફરન્‍સ-પદવીદાન સમારોહ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., પઃ ધોરાજીના મુસ્‍લિમ મેમણ સમાજના આગ્રણી હાજી અફરોજભાઈ લક્કડકુટ્ટા એ માહિતી આપતા જણાવેલ કે ગુજરાતની સૌથી ઙ્કાચીન અને મધ્‍યસ્‍થ ધાર્મિક શિક્ષણ સંસ્‍થા દારુલ ઉલૂમ મદરસા-એ-મિસ્‍કીનીયા, ઉપલેટા રોડ, ધોરાજી મુકામે આગામી તા. ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવારના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ અત્‍યંત ભવ્‍ય રીતે મોહસિને આઝમ કોન્‍ફરન્‍સ અને જલ્‍સા-એ-દસ્‍તારબંદી (પદવીદાન સમારોહ)નું આયોજન કરવામાં આવ્‍યું છે.

પદવીદાન સમારોહમાં અધ્‍યક્ષતા

આ પરિષદના અધ્‍યક્ષ તરીકે ગુજરાતના ઙ્કખર વિદ્વાન, ફખરે મિલ્લત, શૈખુલ હદીસ હઝરત અલ્લામા ગુલામ ગૌસ અલ્‍વી અલ-હાશ્‍મી સાહેબ (આચાર્યશ્રી, દારુલ ઉલૂમ મિસ્‍કીનીયા) રહેશે.

સમગ્ર કાર્યક્રમ હઝરત મૌલાના મોહંમદ અહેમદ હુસૈન સાહેબ ફૈઝી અલવી અને હઝરત મૌલાના મુફતી નવાઝ અહેમદ યાર અલવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજાશે.

સમારંભ ના મુખ્‍ય વક્‍તાઓ

હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબ

હઝરત મૌલાના મોહંમદ શાકિર સાહેબ નૂરી - અમીર, સુન્ની દાવતે ઈસ્‍લામી, મુંબઈ

- હઝરત કારી રિઝવાન ખાન સાહેબ - મુંબઈ

તે ઉપરાંત અનેક પ્રખ્‍યાત વિદ્વાનો, શાયરો અને નાતખ્‍વાનો ઉપસ્‍થિત રહેશે.

પદવીદાન સમારોહના આ શુભ અવસરે દારુલ ઉલૂમના કુલ ૪૪ વિદ્યાર્થીઓ ને પાઘડી પહેરાવી સન્‍માનિત કરવામાં આવશે.

દર્સે નિઝામી (આલિમ કોર્સ) - ૮ વિદ્યાર્થીઓ

 હિફ્‌ઝ વિભાગ - ૮ વિદ્યાર્થીઓ

કિરઅત વિભાગ - ૨૮ વિદ્યાર્થીઓને પાઘડી પહેરાવી સન્‍માનિત કરવામાં આવશે.

આ પરિષદને સફળ બનાવવા માટે સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ હાજી અફરોઝભાઈ લકડકુટા, હાજી બાસિતભાઈ પાનવાલા, હાજી સિરાજભાઈ ઘાયા, હાજી રફીકભાઈ તુમ્‍બી તેમજ સમગ્ર ટ્રસ્‍ટ મંડળ અને સંસ્‍થા ના શિક્ષક-ગણ દ્વારા  હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

 બહેનો માટે પડદાની અલગ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે

 પ્રોગ્રામ સમય ની પાબંદી સાથે રાત્રે ૯.૦૦ વાગ્‍યે શરૂ થઈ જશે

સ્‍થળઃ દારુલ ઉલૂમ મદરસા-એ-મિસ્‍કીનીયા, ઉપલેટા રોડ, ધોરાજી, ખાતે રાખવામાં આવેલ છે

પ્રેષક ટ્રસ્‍ટ બોર્ડ, દારુલ ઉલૂમ મદરસા-એ-મિસ્‍કીનીયા, ધોરાજીના તમામ ટ્રસ્‍ટી તેમજ કાર્યકર્તાઓ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:55 AM IST)