<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કાલથી નોૈશાદ સોલંકીની અધ્‍યક્ષતામાં કોંગ્રેસના અનશન

કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનઃ ૨૦૦થી વધુની અટકાયત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૨: જ્ઞાનેશકુમારની રાજીનામાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે ત્‍યારે અલગ અલગ સ્‍થળો ઉપર વિરોધ પ્રદર્શનનો પણ શરૂ થયા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ દિલ્‍હી જતા વિદ્યાર્થીઓ અને યુવકોને રોકવામાં આવ્‍યા છે ટ્રેનો બંધ થઈ ગઈ છે અને દિલ્‍હી તરફ જતો વાહન વ્‍યવહાર પણ બંધ થઈ ગયો છે ત્‍યારે હવે યુવકો અને નેતાઓ અને આગેવાનો દ્વારા સુરેન્‍દ્રનગરમાં જ ટાગોરબાગને જંતર મંતર જાહેર કરી અને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્‍યું છે.

જ્ઞાનેશ કુમારનું રાજીનામ લેવાની માંગ સાથે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્‍યું હતું જોકે ટાગોરબાગ પોલીસ બંદોબસ્‍તમાં ફેરવાઈ ગયો હતો ત્‍યારે ટાવર બાગના પાછલા બારણેથી કોંગ્રેસ અને આપના નેતાઓએ પ્રવેશ કરી અને વિરોધ નોંધાવતા કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓની અને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને ડિટેલ કરી તેમને સુરેન્‍દ્રનગર તાલીમ ભવન ખાતે લાવવામાં આવ્‍યા હતા અને બેસાડી અને મામલો શાંત પાડવાનો પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યો હતો.

સુરેન્‍દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્‍યું હતું કે દિલ્‍હી ખાતે યુવકોને જવા દેવામાં આવ્‍યા નથી હવેથી ટાગોરબાગ જ સુરેન્‍દ્રનગરનો જંતર મંતર જાહેર કરવામાં આવ્‍યું છે. ૧૩ ઓક્‍ટોબરથી સુરેન્‍દ્રનગરના ટાગોર બાદ ખાતે મોટી સંખ્‍યામાં શહેરીજનો અને યુવકોને સાથે રાખી અનશન કરવામાં આવશે અને ૭૨ કલાક સુધી અને અન્ન જળ ત્‍યાગ કરવામાં આવશે કોંગ્રેસ અને આપના નેતાઓ સહિત ગ્રામજનો પણ તેમાં જોડાશે ૧૩ ઓક્‍ટોબર સુધી રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે અને લોકોની જાગળતતા આવે તે પ્રકારના પ્રયત્‍ન હાથ ધરવામાં આવશે.

(11:37 AM IST)