<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કથિત રૂ.10 લાખના થડા કાંડ મુદ્દે કોંગ્રેસ મેદાનમાં : નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી

નાના વેપારીઓ પાસે ₹10 લાખ માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ: આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થડા ફાળવણી મુદ્દે કથિત ₹10 લાખના કૌભાંડના આક્ષેપો વચ્ચે કોંગ્રેસ મેદાનમાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ ભાજપ પર પ્રહાર કરતા નાના વેપારીઓ પાસે ₹10 લાખ માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને વેપારીઓને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી આપી છે.

 

કોંગ્રેસ પ્રવક્તાએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવાની માંગ કરી હતી. જે વેપારીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થયા છે તેમને ન્યાય મળે તેમજ આ મામલે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ તેમણે કરી હતી.

સિકંદર જોખીયાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વેપારીઓને ન્યાય નહીં મળે અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે બોટાદ માર્કેટિંગ યાર્ડના કથિત થડા કાંડ મામલે તંત્ર દ્વારા કેવાં પગલાં લેવામાં આવે છે અને આક્ષેપોની તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.

 

(1:29 PM IST)