News of Thursday, 25th June 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર લીક કૌભાંડ મામલે હવે કોંગ્રેસ વાલીઓ અને વિદ્યાર્થીઓને કરશે જાગૃતઃ આજથી કોંગ્રેસ દ્વારા છાત્ર કી ગુંજ કાર્યક્રમનો પ્રારંભ
ભારતમાં નિટની પરીક્ષા રદ કરતા ૨૨ લાખ વિદ્યાર્થીઓ માનસિક રીતે તૂટયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપઃ ગણતરીના વર્ષોમાં ૮૯ પેપર લીક થયા છેઃ નોૈશાદ સોલંકી- રૂત્વિક મકવાણા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રપઃ નીટ જીપીએસસી એસએસસી સહિતની પરીક્ષા રદ થયેલી છે ત્યારે ના અંગે કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે
તાજેતરમાં જે નીટ પરીક્ષા પેપર લીક ના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા ત્યારે દેશના કુલ ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાત રાજ્યના ૮૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને તેની ઉપર સીધી અસર જોવા મળી હતી ત્યારે આ અંગે કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે બિન સચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પણ પેપરો લીક થયા છે અને સરકારને બીજી વખત પણ આવી પરીક્ષાઓ લઈ અને ત્યારબાદ ભરતી કરવામાં આવી છે.
ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા લડત આપવાની તૈયારી દેખાડવામાં આવી છે કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લાના નેતાઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓની વચ્ચે જશે અને છાત્ર ગુંજ નામના કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગળત કરવા અંગેના પ્રયત્ન હાથ ધરવામાં આવશે અને અલગથી આ પ્રત્યેની લડત અને એક જૂથ લોકો થાય અને તેની રજૂઆત સરકાર સુધી કરવાની તૈયારી કોંગ્રેસ દ્વારા દેખાડવામાં આવી છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી એઆઈસીસી ના સેક્રેટરી ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો હવે આ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાળા કોલેજોમાં પણ પેપર લીક ના થાય અને સ્પર્ધાત્મક પરીક્ષા વ્યવસ્થિત રીતે યોજાય તે દિશામાં સરકાર પ્રયત્ન કરે તે અંગેની રજૂઆત કરવા અંગેની જાગળતતા લાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવશે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
