તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
પેપર લીક અને વિદ્યાર્થીઓ પર જંતર મંતરમાં થયેલ દમનના મામલે જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : વિક્રમ માડમ, દિગુભા જાડેજા સહિતનાની અટકાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : કોંગ્રેસે ટાઉનહોલ નજીક રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું પેપર લીક અને વિદ્યાર્થીઓ પર જંતર મંતરમાં થયેલ દમનના મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને ધર્મેન્દ્રપ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે કોંગ્રેસ કાર્યાલય પાસે નારેબાજી કરીને વિરોધ કર્યો હતો.
વિરોધ પ્રદર્શન કરી રહેલા પૂર્વ સાંસદ વિક્રમ માડમ, કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
