News of Tuesday, 28th April 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા વાપસી: 24માંથી 11 બેઠકો જીતી
ભાજપ 9, આમ આદમી પાર્ટી 4 બેઠકો પર વિજેતા; ગત વખતે જીતીને પણ સત્તા ગુમાવનારી કોંગ્રેસ ફરી સત્તામાં

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. 28 : કલ્યાણપુર તાલુકા પંચાયતની ચૂંટણી 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. કુલ 24 બેઠકોમાંથી કોંગ્રેસે 11 બેઠકો જીતી સૌથી મોટો પક્ષ બન્યો છે અને સત્તા કબજે કરશે.
ભારતીય જનતા પાર્ટીને 9 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4 બેઠકો પર સફળતા મળી છે.
ગત ટર્મમાં પણ કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતી હતી, પરંતુ બાદમાં રાજકીય સમીકરણો બદલાતા ભાજપે સત્તા મેળવી લીધી હતી. આ વખતે કોંગ્રેસે 11 બેઠકો સાથે સત્તા પર વાપસી કરી છે
બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં મળેલી એકંદરે જીતની ઉજવણી માટે ભાજપ દ્વારા આજે સાંજે 5:30 વાગ્યે ખંભાળિયાના જોધપુર ગેટ ખાતે વિજય ઉત્સવ અને વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
