<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

જામનગર વોર્ડ નંબર-1માં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો : પૂર્વ નગરસેવકે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા

કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ સહિત 500 જેટલા સમર્થકોએ ભાજપનો ખેસ પહેર્યો

જામનગર : જામનગરમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે વોર્ડ નંબર -1ના કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ સહિત 500 જેટલા સમર્થકોએ ભાજપનો ખેસ [પહેર્યો છે 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી છે કોંગ્રેસમાં રહેલા નગરસેવકે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા  હતા 
કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ તેના 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા 
રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે પૂર્વ નગરસેવક અને આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા 

 

(1:08 AM IST)