<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

મોરબીમાં કાલે ગુરુવારે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા: પ્રભારી સુરજેવાલા, અમિત ચાવડા સહિત રાજ્યભરના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સનાળા રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે સાંજે 4 વાગ્યે સભા; મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાની શક્યતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલે 22 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ મોરબી ખાતે ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાની શક્યતા છે.
કોંગ્રેસ તરફથી પાઠવાયેલી પ્રેસ નોટ મુજબ, આ સભા સાંજે 4 કલાકે સનાળા રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે, મોરબી ખાતે યોજાશે
સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, કિરીટ પટેલ (પાટણ ધારાસભ્ય), લલિત વસોયા, લલિત કગથરા અને ભચુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
રાજ્યભરના ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો પણ જોડાશે
પ્રેસ નોટ અનુસાર ગુજરાતભરના તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને રાજ્યના તમામ જિલ્લાઓના કોંગ્રેસ પ્રમુખો સહિત રાજ્યભરના કોંગ્રેસ આગેવાનો આ સભામાં હાજર રહેવાના છે.
સભાની વિગત
તારીખ: 22 ઓક્ટોબર 2026, ગુરુવાર
સમય: સાંજે 4:00 કલાકે
સ્થળ: આનંદ પાર્ટી પ્લોટ સામે, સનાળા રાજપર રોડ, મોરબી

(6:59 PM IST)