News of Wednesday, 25th November 2026
સુરેન્દ્રનગરના પાટડીના પસાર થતા ખારાઘોડા-ફુલ્કી રોડના નિર્માણનું કાર્ય ભારે વિવાદના घेરામાં
રોડ વધુ પડતો ઊંચો બનવાને કારણે આસપાસના વિસ્તારોમાં અને ઘરોમાં વરસાદી તેમજ ગટરનું પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાંથી પસાર થતા ખારાઘોડા-ફુલ્કી રોડના નિર્માણનું કાર્ય હાલ ભારે વિવાદના घेરામાં આવી ગયું છે. માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા આ આરસીસી (RCC) રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને કામ પૂર્ણ થયા બાદ આ રોડ પાલિકાને હસ્તાંતરિત કરવામાં આવનાર છે. પરંતુ વિવાદનું મુખ્ય કારણ એ છે કે તંત્ર દ્વારા જૂનો ડામર રોડ તોડ્યા કે કાપ્યા વગર જ તેની ઉપર જ નવા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે રોડનું સ્તર અપેક્ષા કરતા ઘણું ઊંચું બની રહ્યું છે. રોડ વધુ પડતો ઊંચો બનવાને કારણે ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં આસપાસના વિસ્તારોમાં અને ઘરોમાં વરસાદી તેમજ ગટરનું પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પાટડી નગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે, અને આ મામલે આગામી કાલે વિશેષ બેઠક મળ્યા બાદ રોડ નિર્માણ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
