તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સરદાર ચોકનું નિર્માણ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ : મહેશ કસવાલા
આધુનિક ડિજિટલ સુવિધાઓથી સજ્જ પોલીસ ચોકી શહેરની સુરક્ષા અને પોલીસની કાર્યક્ષમતામાં વધારો કરશે : સંજય ખરાત : ૯ કરોડના વિકાસકાર્યોસાથે સાવરકુંડલા વિકાસના નવા યુગમાં પ્રવેશશે : આઇકોનિક રોડ આધુનિક અને સુંદર સાવરકુંડલાના સ્વપ્નને સાકાર કરશે : નયનાબેન કાપડિયા

(ઈકબાલ ગોરી દ્વારા): સાવરકુંડલાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ઈં ૯ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે અખંડ ભારત સર્કલ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખાતા વિસ્તારમાં આધુનિક ડિજિટલ સુવિધાઓથી સજ્જ પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત પણ કરાયુ હતું. જૈન ર્બોડિંગથી માલધારી ચોક અને કબીર ટેકરી સુધીના આઇકોનિક રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. નવી પાણીની ટાંકીના નિર્માણનું ખાતમુહૂર્ત તથા આધુનિક વોટર બ્રાઉઝરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ હતું. ‘‘એક પેડ મા કે નામ'' અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડમા વળક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.
ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે,સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ ક્ષણ છે. અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખારાતેએ જણાવ્યું હતું કે,આધુનિક ડિજિટલ સુવિધાઓથી સજ્જ પોલીસ ચોકી શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાએ જણાવ્યું હતું કે, આઇકોનિક રોડ માત્ર એક માર્ગ નહીં પરંતુ આધુનિક, સુંદર અને વ્યવસ્થિત સાવરકુંડલાનું સ્વપ્ન છે.
આ કાર્યક્રમમા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી,પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી,શહેર ભાજપ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રીઓ, જીલ્લા તેમજ શહેર ભાજપ હોદ્દેદારશ્રીઓ, શહેરના વિવિધ સંસ્થાના આગેવાનશ્રીઓ, ઉપસ્થિત રહયા હતા.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
