<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

જૂનાગઢના માળિયા હાટીનાના પાણીધ્રા ગામમાં અગરબત્તી બનાવવાના કેમિકલનું સેવન: પાંચ લોકોની તબિયત લથડી

સમગ્ર મામલે 4 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ: એક વ્યક્તિની કબૂલાત બાદ તપાસ રાજકોટ સુધી લંબાઈ

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામમાં અગરબત્તી બનાવવાના કેમિકલનું સેવન કર્યાની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનામાં 5 લોકોની તબિયત લથડી હતી, જેમાં એક મહિલા સહિત બે લોકો હજુ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, જ્યારે અન્ય બે લોકોની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. 

 પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે અગરબત્તી બનાવવાના કેમિકલમાંથી દારૂ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 4 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એક વ્યક્તિની કબૂલાત બાદ તપાસ રાજકોટ સુધી લંબાઈ છે, જ્યાંથી 7 દિવસ પહેલા આ કેમિકલ લાવવામાં આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે. શંકાસ્પદ પ્રવાહીને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યું છે.

(7:09 PM IST)