તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ગોંડલ પાસે ૫૯ લાખનો વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર પકડાયું
વિદેશી દારૂની ૨૫૪૧૬ બોટલ તથા કન્ટેનર સહિત ૮૯.૩૨ લાખનો મુદામાલ કબ્જેઃ નેશનલ હાઇવે ઉપર વાહન ચેકીંગમાં બી ડિવીઝન પોલીસની કાર્યવાહીઃ ચાલક નાસી છૂટયો

તસ્વીરમાં બી ડિવીઝન પોલસનો સ્ટાફ બીજી તસ્વીરમાં વિદેશી દારૂનો જથ્થો અને છેલ્લે પકડાયેલ કન્ટેનર નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: ગોંડલનાં નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી'ડીવીઝન પોલીસે કચ્છ પાસીંગનાં પસાર થઇ રહેલા કન્ટેનરને અટકાવી તલાસી લેતા તેમાથી રૂા.૫૯,૩૨,૩૨૦ ની કિંમત નો વિદેશી દારુનો મોટો જથ્થો મળી આવતા કન્ટેનર સહિત રૂા.૮૯,૩૨,૩૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.કન્ટેનર થોભાવી તેનો ચાલક અંધારા માં નાશી છુટયો હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરીછે.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીનાં આઠ નાં સુમારે બી'ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ. જી.એસ.ગઢવી નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડાંગર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, મદનસિંહ ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યો હતો. એ સમયે જીજે ૧૨ ઝેડ ૧૨૧૧ નંબર નાં પસાર થઇ રહેલા કન્ટેનર ને અટકાવતા કન્ટેનર થોભાવી તેનો ડ્રાઇવર પલભર માં અંધારાનો લાભ લઇ નાશી છુટયો હોય પોલીસ ને શંકાસ્પદ જણાતાં કન્ટેનરની તલાશી હાથ ધરતા તે વિદેશી દારુની પેટીઓથી ભરેલું નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી.
દરમ્યાન કન્ટેનર બી'ડીવીઝન પોલીસ મથકે લઇ જઇ વિદેશી દારુનાં જથ્થાની ગણતરી કરતા વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડ ની ચપલા સહિત ૨૫૪૧૬ બોટલ સાથે ૯૪૦ પેટી મળી આવી હતી.પોલીસે રૂા.૫૯,૩૨,૩૨૦ ની કિંમત નો વિદેશી દારુ નો જથ્થો તથા કન્ટેનર સહિત રૂા.૮૯,૩૨,૩૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલા ચાલક ને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
કન્ટેનરમાં માત્ર ડ્રાઇવર હતો કે સાથે અન્ય કોઇ પણ હતુ તથા દારુનો જથ્થો કોણે મોકલ્યો અને કયાં પંહોચતો કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
