<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

પોરબંદર બરડાડુંગર વિસ્‍તારમાં ગેરકાયદે ખોદકામ ન થાય તે માટે તંત્રની સતત નજર

હાલ બરડા પંથકમાં કોઇપણ સ્‍થળે ગેરકાયદે ખનીજ ખોદકામ પ્રવૃત્તિ ધ્‍યાનમાં આવી નથીઃ કલેકટર એસ. ડી. ધાનાણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. બરડા વિસ્‍તારમાં ગેરકાયદેસર ખોદકામ ન થાય તે માટે તંત્રની સતત દેખરેખ રાખી રહ્યું છે. હલ કોઈપણ ગેરકાયદેસર પ્રવળતિ હાલ ધ્‍યાનમાં આવેલી નથી. જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્‍યું છે.

 બરડા ડુંગર વિસ્‍તારમાં કોઈક જગ્‍યાએ ગેરકાયદેસર ખોદકામ થતી હોવાની મીડિયાના માધ્‍યમથી મળેલી રજૂઆતોના સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે, વન વિભાગ અને બરડા ડુંગર વિસ્‍તારની હદ બહાર આવેલી આ બ્‍લેક ટ્રેપની લીઝ ૨૦૩૦ સુધી માન્‍ય છે, પરંતુ એન્‍વાયરમેન્‍ટલ ક્‍લિયરન્‍સ  ન હોવાથી ૨૦૨૧થી તેનું એટીઆર  બંધ છે. તે સમયે ત્‍યાં અંદાજે ૬૫,૦૦૦ મેટ્રિક ટન ખોદકામ કરેલો જથ્‍થો પડ્‍યો હતો, જેને ખસેડવા માટે અગાઉના નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને હુકમોને ધ્‍યાને રાખીને મંજૂરી આપવામાં આવી હતી.

હાલમાં ભૂસ્‍તર શાષાી અને ટેકનિકલ ટીમ દ્વારા સ્‍થળ પર નવો સર્વે કરવામાં આવ્‍યો છે; જો અગાઉના ડેટા અને નવા સર્વેની સરખામણીમાં લીઝ ધારક દ્વારા મંજૂરી વિનાનું વધારાનું ખોદકામ માલૂમ પડશે, તો કાયદા મુજબ દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ કલેકટર એસ. ડી. ધાનાણીએ ચેતવણી આપી છે.

(12:25 PM IST)