તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મોરબી મહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધી ૧૮ વર્ષથી અવિરત પદયાત્રાઃ ૨૫૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૩: મહેન્દ્રનગર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતી માં બહુચરાજી માતાજીની પવિત્ર પદયાત્રાની ૧૮ વર્ષથી અવિરત ચાલી આવતી આ ભક્તિમય પરંપરામાં આ વર્ષે અંદાજે ૨૫૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાઈ માતાજીના દર્શનાર્થે પગપાળા પ્રસ્થાન કરશે.
આ પવિત્ર પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારુભાઈ કૈલા, મનજીભાઈ દેત્રોજા, પ્રાણજીવનભાઈ તેમજ મહેન્દ્રનગર મિત્ર મંડળના સભ્યો અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી કરવામાં આવે છે.
છેલ્લાં ૧૮ વર્ષથી અવિરત ચાલી રહેલી આ પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ગામની એકતા, ભાઈચારો, સામૂહિક સંકલ્પ અને સેવાભાવનું પણ સુંદર ઉદાહરણ બની રહી છે.
આ પ્રસંગે મહેન્દ્રનગર મિત્ર મંડળના તમામ આયોજકો, સહયોગીઓ અને સેવાભાવી કાર્યકરોને આ ભક્તિમય પરંપરા સતત જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવવામાં આવે છે
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
