<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

જામનગરના નાગપુર ગામમાં લગ્ન નોંધણીનો વિવાદ વધુ ઘેરાયો : અગાઉના ૪૩૧ સામે હવે ૬૦૦થી વધુ નોંધણીની આશંકા, તપાસ સમિતિના અહેવાલની રાહ

નવા અહેવાલમાં લગ્નદીઠ રૂ. ૧૦ હજારથી ૨૫ હજાર વસૂલાયા હોવાના તથા કેટલાક યુગલો ગામમાં આવ્યા વગર નોંધણી કરાવી ગયા હોવાના આક્ષેપો

જામનગર:કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં લગ્ન નોંધણી અંગે ચાલી રહેલી તપાસમાં હવે ૬૦૦થી વધુ નોંધણીઓ થઈ હોવાની નવી આશંકા વ્યક્ત થઈ છે. 

આશરે ૭૦૦ની વસ્તી અને ૧૭૦ ઘરો ધરાવતા ગામમાં અગાઉ માહિતી અધિકાર હેઠળ ૪૩૧ લગ્ન નોંધાયાની વિગતો બહાર આવી હતી. નવા અહેવાલમાં લગ્નદીઠ રૂ. ૧૦ હજારથી ૨૫ હજાર વસૂલાયા હોવાના તથા કેટલાક યુગલો ગામમાં આવ્યા વગર નોંધણી કરાવી ગયા હોવાના આક્ષેપો થયા છે. 

એક જ સાક્ષીઓનાં નામ વારંવાર દર્શાવાયા હોવાની પણ શંકા છે. જિલ્લા વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે અને તલાટી પાસેથી લગ્ન નોંધણીની જવાબદારી પરત લેવાઈ છે. જોકે ૬૦૦થી વધુ નોંધણી અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો હજુ સત્તાવાર રીતે સાબિત થયા નથી. 

(9:51 PM IST)