તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
જુનાગઢ-ગીર સોમનાથ અમરેલી જીલ્લાની નેસ શાળાઓ માટે સંકલન બેઠક યોજાઇ
પૂ.મુકતાનંદજીબાપુના અધ્યક્ષ સ્થાને ચર્ચા - વિચારણાઃ ડો.નલીન પંડિતના માર્ગદર્શનમાં આર.એસ.ઉપાધ્યાય, ભરતભાઇ મેસીયા સહિતના ઉપસ્થિત

પૂ.મુકતાનંદબાપુની અધ્યક્ષતામાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જીલ્લાના નેસ શાળાઓ માટે સંકલન બેઠક યોજાઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ ચાપરડા - ગુપ્ત પ્રયાગ સંયુક્ત ઉપક્રમે પૂજ્ય મુકતાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને અને નિયામક શ્રી ર્ડો. નલીન પંડિત સાહેબના માર્ગદર્શન હેઠળ ‘આનંદધારા' નેસ વિસ્તારની શાળાઓ માટેની બેઠક બ્રહ્માનંદધામ ચાપરડા ખાતે વિસાવદર,મેંદરડા અને ગીરગઢડા તાલુકાના સારસ્વત પરિવાર સાથે યોજાઈ જેમા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી,સીઆરસી અને આચાર્યશ્રી ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં ગત વર્ષે થયેલ કામગીરીની વિસ્તળત ચર્ચા અને ચાલુ વર્ષે કરવાની કામગીરી બાબતે સમિક્ષા અને આયોજન કરવામાં આવેલ. નેસ વિસ્તારની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે પૂજ્ય બાપૂ દ્રારા ૧૭૦ જેટલા દિકરા અને દિકરીઓ ને ચાપરડા તથા જૂનાગઢ ખાતે વિનામૂલ્યે અપાતા શિક્ષણમાં ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦% પરિણામ તથા બે વિધાર્થીએ નીટની પરીક્ષા સારા ગુણ સાથે પાસ કરી એમ.બી.એસ સરકારી કોલેજમાં પ્રવેશ પાત્ર બનેલ તેની સહ હર્ષ અભિનંદન પૂ બાપૂએ શાળાના આચાર્ય ભાવીનભાઈ જોષીને પાઠવેલ હતા.
ગત વર્ષ દરમ્યાન વન વિભાગના સહયોગથી વનિકરણ,શાળના ઓરડા નિર્માણમાં તથા નેસ વિસ્તારના સર્વાંગી વિકાસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
ચાલુ વર્ષે નેસ વિસ્તારના દિકરા - દિકરીઓ વધુમાં વધુ શિક્ષણ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન સુનિヘુિત કરવામાં આવેલ જેમા જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાના શિક્ષણવિદો ના સૂચનો મેળવી આયોજન કરવામાં આવેલ જેમા ખાસ કરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્રારા આયોજિત ગણિત -વિજ્ઞાન પ્રદર્શન માટે આનંદધારા દ્વારા વિશેષ સહયોગ આપી વધારે ફળદાયી થાય અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા નું નક્કી કરવામાં આવેલ સાથે મોજીલા શિક્ષણ સાથે મોજીલા રમતોત્સવ ( સ્પર્ધા રહિત ) આયોજન માહે જાન્યુઆરી-૨૦૨૭ માં કરવાનું પણ સુનિશ્ચિત કરવામાં આવેલ.
નેસ વિસ્તારની શાળાના બાળકો માટે પ્રાકળતિક અને સાંસ્કળતિક સ્થળોના પ્રવાસ જીલ્લા ની હદમાં કરવામા આવશે તો તેમાટે આનંદઘારો સહયોગ આપશે અને તે માટે પણ આયોજન નક્કી કરવામાં આવેલ સાથે પ્રતિ વર્ષ ની માફક જિલ્લા પંચાયત આયુર્વેદ અધિકારી શ્રી ના સહયોગથી આનંદધારા દ્વારા તમામ શાળાઓમાં વિનામૂલ્યે ભાદરવા માસમાં ઉકાળા વિતરણ કરવામાં આવશે.
આ બેઠકમાં પરમ પૂજ્ય મુકતાનંદજી બાપુ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કૌશલ્ય સભર શિક્ષણ સાથે જીવનલક્ષી મુલ્ય શિક્ષણ આપવા બાબતે ભારપૂર્વક અનુરોધ કરવામાં આવેલ. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના પૂર્વ શિક્ષણાધિકારી અને આનંદધારા સંકલકર્તા આર એસ ઉપાધ્યાય, ભરતભાઈ મેસીયા અધ્યાપક તાલીમ ભવન જૂનાગઢ, અશોકભાઈ વાણવી નાયબ ડીપીઈઓ તથા ભાનુભાઈ જોષી ઉપસ્થિત રહિ બેઠક માર્ગદર્શન આપેલ હતુ.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
