<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમરેલીના રાજુલાના કોવાયામાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર કેબલ લૂંટનો ભેદ ઉકેલાયો: છ આરોપીઓને ઝડપી લેવાયા

પોલીસે લૂંટની ઘટનામાં સામેલ અન્ય 5 ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને કરવામાં આવેલી કોપર કેબલની લૂંટ અને ધાડની ગંભીર ઘટનાનો ભેદ મરીન પીપાવાવ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. આ ચકચારી લૂંટ કેસમાં પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરીને કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

  પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ચોરી થયેલો કોપર કેબલ તેમજ ગુનામાં વપરાયેલી કાર, ટ્રેક્ટર, બાઈક અને અન્ય સાધનો મળીને કુલ 11.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ લૂંટની ઘટનામાં સામેલ અન્ય 5 ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(11:05 PM IST)