<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ગોંડલના બાંદરા ગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈઃ ૭.૫૨ લાખના મુદામાલ સાથે ૩ પકડાયા

રાજકોટ રેન્‍જની ટોમે દરોડો પાડી દેશી દારૂનો અને બોલેરો સહિતનો મુદામાલ કબ્‍જે કર્યોઃ એક શખ્‍સ ફરાર

તસ્‍વીરમાં દારૂ ભરેલ બોલેરો અને પકડાયેલ શખ્‍સો (નીચે બેઠેલા) સાથે રેન્‍જની ટીમ નજરે પડે છે.

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૫:  ગોંડલ તાલુકાના બાંદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં ધમધમી રહેલી દેશીદારુની ભઠ્ઠી પર રાજકોટ રેન્‍જની ટીમે દરોડો પાડી દેશીદારૂ લી. ૯૪૦, આથો લી. ૧૭૦૦, બોલેરો પીકઅપ, મોબાઇલ ફોન તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ ૭,૫૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્‍સોને  જડપી લીધા હતાં. જ્‍યારે એક શખ્‍સની શોધખોળ શરુ કરી છે.

રાજકોટ રેન્‍જના પોલીસ ઇન્‍સપેક્‍ટર અપૂર્વ પટેલ ના  માર્ગદર્શન  મુજબ  રેન્‍જના પો.સબ.ઇન્‍સ. પી.એન.મોરી,  બી.સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય. ઉધાસ તથા સ્‍ટાફ દ્વારા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન દરમ્‍યાન મળેલ ચૌક્કસ હકિકત આધારે સ્‍ટાફના કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્‍યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, રવીરાજસિહ વાળા, ભોજાભાઇ ત્રમટાએ ગોંડલ તાલુકાનાં બાંદ્રા ગામની સીમમાં આવેલ મેલડીમાંના મંદીર પાસે કિશોર ડાભીના કબ્‍જા ભોગવટાવાળા ખેતરમાં દેશીદારુ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોય રેઇડ કરતા દેશી દારૂ લી.૯૪૦ કિ.રૂ.૧,૮૮,૦૦૦/- આથો લી.૧૭૦૦ કિ.રૂ.૪૨,૫૦૦/-મોબાઇલ ફોન-૩ કિ.રૂ.૮,૫૦૦/- બોલેરો પીકઅપ રજી.નં. GJ-01-ET-2762 તથા દેશી દારુ બનાવવાના અન્‍ય સાધનો મળી કુલ રૂ.૭,૫૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ  કિશોર બટુકભાઇ ડાભી રહે. મોવીયા તા.ગોંડલ, કિશન હરેશભાઇ પરમાર રહે.ગોંડલ તથા વિપુલ નાથાભાઇ દેવગણીયા રહે.ગોંડલને જડપી લીધા હતા. જ્‍યારે પકડવાપર બાકી આરોપી અનીલ ઉર્ફે બાવો મનજીભાઇ પરમાર રહે.ગોંડલ મળી કુલ ચાર આરોપીઓ વિરુધ્‍ધ  ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. (

(11:41 AM IST)