News of Monday, 3rd August 2026
વંથલી પાસે ભૂંડ બાઈક સાથે અથડાતા દંપતી ખંડિતઃ ચાલક યુવકનું મોત
અકસ્માતથી પત્ની ઇજાગ્રસ્ત, માળીયાના બરૂલા જતા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૩: શાપર-વેરાવળથી પોતાના મૂળ વતન માળીયાહાટીના તાલુકાના બરૂલા ગીર જઈ રહેલા દંપતીને વંથલી પાસે ઓઝત નદીના પુલ નજીક બાઇક સાથે ભૂંડ અથડાતા પતિનું મોત નીપજ્યું હતું.
રાજકોટ પાસે શાપર-વેરાવળમાં ખોડલ સોસાયટીમાં રહેતા મનિષાબેન ધોળકીયા અને તેમના પતિ રણજીતભાઈ રાજાભાઈ ધોળકીયા (ઉં.વ. ૩૪) ગત તા. ૨૯ જુલાઈના રોજ સવારે પોતાની જીજે ૧૧ સીઆર ૦૮૭૨ નંબરનું બાઈક લઈને વતન બરુલા જવા નીકળ્યા હતા. સવારના સાડા આઠ વાગ્યાના સુમારે વંથલી પાસે ઓઝત પુલથી થોડે આગળ પહોંચતાં રસ્તામાં અચાનક ભૂંડ આડું ઊતર્યું હતું. સ્પીડ વધારે હોવાના કારણે રણજીતભાઈએ બાઇક પરનો કાબૂ ગુમાવી દીધો હતો,
આ રીતે સર્જાયેલા અકસ્માતમાં દંપતી રોડ પર પટકાઈ પડ્યું હતું. પાછળથી આવી રહેલા કૌટુંબિક દિયર ભાવેશભાઈ અને તેમના પત્ની શિલ્પાબેને તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી. અકસ્માતમાં રણજીતભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
અક્સ્માત અંગે મળતકના પત્ની મનિષાબેન ધોળકીયાએ ફરિયાદ કરતા વંથલી પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
