News of Wednesday, 24th June 2026
જસદણમાં બાઇક ઉપર જતા દંપતિ-પુત્ર સાથે કાર ભટકાડી પાવડાથી ખૂની હુમલો
ઇજાગ્રસ્ત સુખદેવભાઇ અને આરોપી વિજયભાઇની પત્ની વચ્ચે ચારિત્ર્ય બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી વિજયભાઇ પાવડા સાથે તૂટી પડયા

રાજકોટ તા. ર૪ :.. જસદણમાં ચારિત્ર્ય બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી બાઇક ઉપર જતા દંપતિ અને પુત્ર સાથે કાર ભટકાડી પાવડાથી ખૂની હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ સુખદેવભાઇ સામતભાઇ પોયલા, (ઉ.૩૮) ધંધો મજૂરી રહે. જસદણ-ગંગાભુવન હરેકૃષ્ણનગર- તા. જસદણ એ આરોપી વિજયભાઇ સામતભાઇ પોયલા, રહે. જસદણ, ગંગાભુવન, હરેકૃષ્ણનગર-ર તા. જસદણ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પત્નિ હીરલબેનના ચારિત્ર્ય બાબતે આરોપીની પત્નિ તેના સગા-વાલામાં ખરાબ વાતો કરતી હોય જેથી ફરીયાદી પત્નીને આરોપીની પત્નિ સાથે બોલાચાલી થયેલ. જે વાતનો ખાર રાખી ફરીયાદી તેની પત્નિ હીરલબેન તથા પુત્ર દેવને પોતાના મો. સા. રજી. નં. જીજે-૦૩-કેએસ-૬૭૬પ વાળામાં બેસાડી જતા હોય ત્યારે આરોપીએ ફરીયાદ તથા તેના પત્નિ અને પુત્રને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાના હવાલાવાળી વેગેનર ફોન વ્હીલ વાહન રજી. નં. જીજે-૦૧ કેએ-ર૩૪૩ વાળીને પુરઝડપે ચલાવી ફરી મો.સા. સાથે ઇરાદાપુર્વક સામેથી આવી ભડકાડી દઇ પોતાની ફોરવ્હીલ ગાડીમાંથી નીચે ઉતરી લોખંડના પાવડા વડે ફરીયાદી તથા ફરીયાદીની પત્નિને મારી નાખવાના ઇરાદો પાવડો મારતા આજુબાજુથી માણસો વચ્ચે પડી બચાવ કરતા આરોપીએ ફરીયાદી તથા ફરીયાદીની પત્ની અને ફરીયાદી પુત્રને જાનથી મારી નાખવાની કોશીશ કરી ફરીયાદી ને જમણા હાલમાં કોણી પાસે તથા જમણા પગના પોચામાં છોલાણ તથા ડાબા પગલાના સાથળમાં ફેકચર જેવી ગંભીર ઇજા તથા ફરીયાદના પત્નીને કપાળ તથા ફરીયાદીના પુત્રને શરીરે છોલાણ ઇજા પહોચાડી હતી.
આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
