તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદ.
સગીરાનું અપહરણ કરી બળજબરીથી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા: મોરબી સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપીને દંડ ફટકારી પીડિતાને ૪ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં સગીરાનું મોટરસાઇકલ પર અપહરણ ક૨ી જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં અદાલતે ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી સગીરા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં આરોપીને ર૦ વર્ષની સખત કેદ તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ૩ વર્ષની કેદની આકરી સજા ફટકારી છે.
બનાવની વિગત અનુસાર, ગત તા. ૧૮-૦૩-૨૦૨૪ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં ભોગબનનાર સગીરવયની તેમજ અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે ભીખો રમેશભાઈ ગણેશીયા તેને પોતાની મોટરસાઈકલમાં બળજબરીથી બેસાડી લઈ ગયો હતો. આરોપીએ સગીરા સાથે અવારનવાર શરીરસંબંધ બાંધી ગુનો આચરતા ભોગબનનારના પરિવારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સ્પે. (પોક્સો) કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં પ્રોસિક્યુશન પક્ષે કુલ ૧૩ સાક્ષીઓને તપાસી જરૂરી પુરાવા રજૂ કર્યા હતા.
મોરબીના સ્પે. (પોક્સો) અને એડીશ્નલ સેસન્સ જજ બી.કે. ચંદારાણા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ નીરજ ડી. કારીઆની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી હતી. અદાલતે આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે ભીખો ગણેશીયાને પોક્સો એકટની કલમ-પ(એલ) ના ગુના માટે કલમ-૬ અન્વયે ર0 વર્ષની સખત કેદ અને રૂ. રપ,000નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ફટકારી છે. તદુપરાંત એટ્રોસિટી એક્ટની કલમ-૩(૧), ૩(૧)(W)(i) હેઠળ ૩ વર્ષની સખત કેદ અને રૂ. 3,000નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. વધુમાં ભોગબનનાર સગીરાના આર્થિક, સામાજિક અને માનસિક પુનર્વસન માટે રૂ. ૪,00,000/- વળતર પેટે ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
