<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ચોટીલાના ધાંચીવાડ વિસ્‍તારમાં થયેલ ફંઝલખાન હત્‍યા કેસમાં પકડાયેલ ત્રણ આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદ

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨: સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કથડથી જઈ રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં હત્‍યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે ચોટીલાના ઘાંચીવાડ વિસ્‍તારમાં હત્‍યાની ઘટના બનવા પામી હતી જેમાં ત્રણ જેટલા ઈસમોએ ભેગા મળી અને યુવકની હત્‍યા કરી નાખી હતી ત્‍યારે આ અંગે કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ કેસ આગળ ચલાવવામાં આવ્‍યો હતો.

ત્‍યારે આ અંગે શાહરૂખ સુલતાન ભાઈ કલાડિયા તેમજ સંજુ ઉર્ફે સહેજાદ સુલતાન ભાઈ કલાડિયા તથા અજાણ્‍યા બે ઇસમો વિરોધમાં જે તે સમયે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ અંગે સુરેન્‍દ્રનગરની ડિસ્‍ટ્રીક કોર્ટમાં કેસ ચલાવવામાં આવી રહ્યો હતો ત્‍યારે સુરેન્‍દ્રનગર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ દ્વારા તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરી અને ત્‍યારબાદ આ અંગે જજમેન્‍ટ આપવામાં આવ્‍યું છે ત્‍યારે ફૈઝલ હનીફ ખાન ની હત્‍યા કરવામાં આવી હતી..

પત્‍ની સાથે આડા સંબંધ છે તેવું જણાવી અને તેને પકડી રાખી અને ત્‍યારબાદ છરી તેમજ ધાર્યા અને ધોકા ના ઘા મારવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ગંભીર રીતે ગવાયેલા ફેઝલને હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યો હતો અને ત્‍યાં તેનું મોત નીપજવા પામી હોતું ત્‍યારે આ અંગે ચોટીલા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો અને જેના આધારે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્‍યો હતો.

સુરેન્‍દ્રનગર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ દ્વારા હત્‍યાના ત્રણ આરોપી વિરુદ્ધમાં કેસ ચલાવી અને તેમના તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા હતા. મરણ જનારના શરીર ઉપર લાગેલા ઘા અને હથિયાર બંને મેચ થઈ રહ્યા હતા આ ઉપરાંત આજે આરોપીઓ છે તેમના હત્‍યા દરમિયાન પહેરેલા કપડાં ઉપરથી લોહીના નિશાન મળી આવ્‍યા હતા તે પણ મળતકના લોહીના નમુના સાથે મેચ થઈ રહ્યા હતા અને ૩૦ જેટલા અલગ અલગ નિવેદનો લેવામાં આવ્‍યા હતા અને સાહેબો તેમજ તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરી અને ત્‍યારબાદ એફએસએલમાં મોકલી અને તેમના રિપોર્ટના આધારે જજમેન્‍ટ આપવામાં આવ્‍યું હતું

છરી હથિયારો ધોકાઓ વગેરે જે જપ્ત કરવામાં આવ્‍યા હતા તેના ઉપરથી પણ હથિયારાઓના ફિંગર પ્રિન્‍ટના નિશાનો મળી આવ્‍યા હતા આ પ્રકારના તમામ પુરાવાઓ એકત્રિત કરી અને સુરેન્‍દ્રનગર ડીસ્‍ટ્રીક કોર્ટ દ્વારા શાહરૂખ સુલતાન ભાઈ વિશાલ પીઠાભાઈ અને સાજીદ સુલતાન ભાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેમના વિરોધમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હત્‍યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવતા કોર્ટમાં પણ સોંપો પડી જવા પામ્‍યો હતો.

(11:33 AM IST)