News of Thursday, 5th November 2026
પોરબંદરમાં સ્વદેશી મેળાથી કારીગરોને પ્રોત્સાહન

પોરબંદરઃ મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ'ના મંત્રને સાકાર કરવાની દિશામાં યોજાયેલા આ મેળામાં સ્થાનિક કારીગરો, નાના ઉત્પાદકો, સખી મંડળો, હસ્તકલા સાથે સંકળાયેલા લોકો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પોતાની કલા અને ઉત્પાદનોના વેચાણ માટે ઉત્તમ તક અને પ્રોત્સાહન મળ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આવા લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ ફાળવીને તેમના ઉત્પાદનો માટે બજારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્વદેશી મેળામાં પોરબંદરના કુંભારવાડા વિસ્તારના શ્રી મનોજભાઈ જગતિયા પણ પોતાની પરંપરાગત માટીકામની કલા સાથે સહભાગી બન્યા છે. તેઓ પેઢી દર પેઢીથી ચાલી આવતી માટીકામની પરંપરાને જાળવી રાખીને માટીમાંથી વિવિધ ઉપયોગી અને આકર્ષક વસ્તુઓ તૈયાર કરે છે. પરંપરાગત કારીગરીને પોતાની રોજગારીનું માધ્યમ બનાવનાર મનોજભાઈ માટે આ મેળો પોતાની હસ્તકલાને લોકો સમક્ષ રજૂ કરવા અને સીધા ગ્રાહકો સુધી પહોંચવાની મહત્વપૂર્ણ તક બની રહ્યો છે.(તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
