તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
કોડીનારમાં ધર્માંતરણના આક્ષેપો સાથે ત્રણ પુખ્ત વ્યક્તિઓ સહિત ચાર સામે ગુનો
બે ગુમ સગીરાઓ ઉનાવા દરગાહ ખાતેથી બુરખા પહેરેલી હાલતમાં મળી આવતાં પોલીસ તપાસમાં ધર્મ પરિવર્તનના આક્ષેપો સામે આવ્યાઃ આરોપીઓની ધરપકડ, અન્ય સંડોવાયેલાઓની તપાસ તેજ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૩૦: બે સગીર બાળકીઓ ગુમ થયાની અરજી મળ્યા બાદ કોડીનાર પોલીસે તેમની શોધખોળ અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બંને બાળકીઓ ઉનાવા દરગાહ ખાતેથી બુરખા પહેરેલી હાલતમાં મળી આવતાં પોલીસને સમગ્ર મામલાની ગંભીરતા જણાઈ હતી. આ પછી બાળકીઓનું કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી મળેલી વિગતોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં ધર્મ પરિવર્તન કરાવ્યાના આક્ષેપો સામે આવતાં તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, કોડીનારના અબ્દુલ હાજીભાઈ સંધીની સૂચનાથી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર મારફતે બાળકીઓને ઉનાવા બોલાવવામાં આવી હતી અને ત્યાં દરગાહના મૌલવી તરીકે ઓળખાવવામાં આવેલા આસીફ કવાલી ઉર્ફે મરાઠી સાથે મુલાકાત કરાવવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ધર્મ પરિવર્તન કરવાથી દુઃખ-દર્દ દૂર થશે, સારી સુવિધાઓ મળશે તેમજ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીને ઇબાદત કરવાથી જીવનમાં લાભ થશે તેવી લાલચ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીઓનાં નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરાવ્યાં હોવા ઉપરાંત દરગાહમાં બુરખા પહેરાવી કલમા પઢાવવા અને નમાજ પઢાવવા સહિતની ધાર્મિક વિધિઓ કરાવી ધર્મ પરિવર્તન કરાવ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ ઉપરાંત, ધોરાજીના નીશાદ કાજીએ અન્ય એક ભોગ બનનાર સગીરાને પોલીસ તેમને શોધી રહી હોવાનું જણાવી મોબાઇલ ફોનનું સિમકાર્ડ તોડી નાખવા કહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોડીનાર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ પ્રકરણમાં કોડીનારના અબ્દુલ હાજીભાઈ સંધી, ઉનાવાના આસીફ કવાલી ઉર્ફે મરાઠી અને ધોરાજીના નીશાદ કાજી સહિત ત્રણ પુખ્ત વ્યક્તિઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
