News of Saturday, 12th September 2026
ખેરડી ગામની સીમમાં જૂગાર ધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૭ પકડાયા
પીઆઇ એ.એસ.ચાવડાની ટીમના કોન્સ્ટેબલ રાજેશભાઇ ચાવડા અને મનીષભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ નજીક ખેરડી ગામની સીમમાં સ્થિત વાડીમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી જૂગાર રમતાં સાત શખ્સોને રૂા. ૬૯ હજારની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
ક્રાઇચ બ્રાંચના પી.આઇ. એ. એસ. ચાવડાની રાહબારીમાં કોન્સ્ટેબલ રાજેશભાઇ ચાવડા અને મનીષભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે સ્ટાફે રાજકોટ નજીક ખેરડી ગામની સીમમાં વાડીમાં જૂગારધામ પર દરોડો પાડયો હતો.
જયાંથી પોલીસે જુગાર રમતા શૈલેષ મનજીભાઇ પીપળીયા (ઉ.વ.૩૮) રહે. ધારા એવન્યુ પાર્ક શેરી નં. ર સેટલાઇટ ચોક પાસે મોરબી રોડ મુળ પીપર ગામ તા. પડધરી, જયંતી બાબુભાઇ પીપળીયા (ઉ.વ.૩ર) રહે. ખોડલધામ સોસાયટી શેરી નં. ૬મેંગો મારકેટની પાછળ કુવાડવા રોડ મુળ ખેરડી ગામ, ચેતન બાબુભાઇ મોલીયા (ઉ.વ.૩ર) રહે. ખેરડી ગામ, કેતન નરશીભાઇ મોગલપરા (ઉ.વ.૪૦) રહે. સંસ્કાર વીલા સોસાયટી આર્યનગરની બાજુમાં સંત કબીર રોડ, દિવ્યેશ લાલજીભાઇ પીપળીયા રહે. ખેરડી ગામ, ચીરાગ રમણીકભાઇ મેંદપરા (ઉ.વ.૩૯) રહે. રાજ રેસીડેન્સી સોસાટી શેરી નં. ૩, સેટેલાઇટ ચોક પાસે મોરબી રોડ મુળ લતીપર તા. ધ્રોલ, કલ્પેશ મીઠાભાઇ કાનપરીયા (ઉ.વ.૩) રહે.લાખેશ્વર સોસાયટી જુના માર્કેટીગ યાર્ડ સામે પેડક રોડ)ને રૂા. ૬૯ હજારની રોકડ સાથે પકડી લીધા હતા.
આ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, તથા પો.હેડ કોન્સ. કનકસિંહ સોલંકી, દિપકભાઇ ચૌહાણ, ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી તથા પો.કોન્સ. રાજેશભાઇ દેવરાજભાઇ ચાવડા, મનીષભાઇ ચાવડએ કરી હતી
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
