તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ઉનામાં પોલીસને ગેરમાર્ગે દોરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ગુન્હોઃ ધરપકડ
નગરપાલિકાની ચૂંટણીમાં સામાવાળાને બદનામ કરવાના ઇરાદે અને ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવી દેવા પોતાના ઉપર ફાયરિંગ થયાના ખોટા પુરાવા ઉભા કર્યા અને પોલીસને ખોટી માહિતી આપી હતી

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૫: નગરપાલિકાની ચૂંટણીમાં સામેવાળા હરીફને બદનામ કરવા અને ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવી દેવાના ઇરાદે પોતાના ઉપર ફાયરિંગ થયાના ખોટા પુરાવા ઉભા કરીને પોલીસે ખોટી માહિતી આપનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઇ ભાણાભાઇ બાંભણીયા સામે પોલીસે ગુન્હો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.
આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અજય ભાઈ ભાણાભાઈ બાંભણિયાની કાર ઉપર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હત્યા નો પ્રયાસ કર્યોનો અને ઇજા થતા ઊના ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને આ અંગે ઊના પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરી એ જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી હતી અને એફ એસ. એલ. ટીમ ને બોલાવી તપાસ શરૂ કરી હતી.
આ બનાવ અંગે ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે આ બનાવ બનતા જિલ્લા પોલીસ મહાનિરિક્ષક જૂનાગઢ વિભાગની સૂચના થી એસ. પી. જયદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ એફ. ચોધરી. પી. આઇ. જે. કે. મોરી, એલસીબી પી. આઇ. એસ. વી. રાજપૂત, એસ. ઓ. જી. ના ડી. એમ. કાગડા, પી. એસ. આઇ. સિંધવ, જેબલિયા, સર્વિયા ઊના પોલીસ એસ.ઓ.જી. એલ.સી.બી.ટીમ અને એફ એસ. એલ. ની ટીમ એ ઝીણવટ ભરી તપાસ કરી સત્ય બહાર લાવેલ હતું ૨૦૨૬ ની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માં સામે વાળા ને બદનામ કરવા, ગંભીર પ્રકાર ના ગુના માં સંડોવી દેવા ખોટા પુરાવા ઊભા કરી પોલીસ ને ખોટી માહિતી આપી ગેર માર્ગે દોરી હતી.
આ બનાવમાં ફાયર આર્મ્સ કારતૂસ બુલેટ રાખી ગેર માર્ગે દોરેલ એફ એસ. એલ. ની ટીમ નો ઝીણવટ ભરી તપાસ રિપોર્ટ અને પુરાવા આધારે આરોપી અજય ભાઈ ભાણા ભાઈ બાંભણિયા ઉ. વ. ૩૮ રે. ઊના વાળા સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૧૨,૨૧૭,૨૧૪, તથા આર્મ્સ એક્ટ કલમ ૧૯૫૯ કલમ ૩, ૨૫(૧A), મુજબ ગુનો દાખલ કરી તેમની અટક કરી હતી.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય ભાણાભાઈ બાંભણિયા સામે ૨૦૦૭માં અને ૨૦૧૮ માં પણ ઊના પોલીસ સ્ટેશન મા ગંભીર ગુના નોંધાયા છે. અજય ભાણા બાંભણિયા પાસે જીવતું બુલેટનું કારતુસ કયાંથી આવ્યું? તે અગે પણ તપાસ કરી રહીછે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
