News of Wednesday, 3rd June 2026
જૂનાગઢના દામોદર કુંડ ખાતે મગર આવી ચડતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ : જુઓ વિડિયો
આ મગરને પકડી લેતા દામોદરકુંડ ખાતે આવતા શ્રદ્ધાળુઓ પરથી ખતરો દુર થયો

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ દામોદરકુંડ ખાતે મગર આવી ચડતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી આ મગરને પકડી લેતા દામોદરકુંડ ખાતે આવતા શ્રદ્ધાળુઓ પરથી ખતરો દુર થયો છે.. ગિરનારની તળેટીમાં આવેલ આ યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને વન વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી
હાલ પવિત્ર પરસોતમ માસમાં હજારો શ્રધ્ધાળુઓ સ્નાન કરવા આવે છે ત્યારે આ મગર આવી ચડતા ત્યાં ઉપસ્થીત શ્રદ્ધાળુ જય ત્રિવેદી દ્વારા વનવિભાગના અધિકારીને જાણ કરતા ફોરેસ્ટર મકવાણા તથા રેસ્ક્યૂ ટીમ દ્વારા આ વિશાળકાય મગરને પકડી લેવામાં આવી હતી
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
