તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
જામનગરમાં વાહન ચોરીના ગુનામાં મોટર સાયકલ સાથે આરોપીને સીટી એ ડિઝાન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી લીધો
પ્રણામ ઇન્ડ્રસ્ટ્રીઝ વાળા રોડ પરથી આરોપી વિશાલ કટેશીયાને મોટર સાયકલ સાથે ઝડપી લેવાયો

જામનગર શહેરમાં બનતા વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાનાઓની સુચના મુજબ,
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.ડોડીયાનાઓના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહેશભાઇ ધુડાભાઇ મોરી તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર તથા રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયાને તેમના અંગત બાતમીદારોથી તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ આધારે સંયુક્ત હકિકત મળેલ હોય કે એક શખ્સ ચોરીમા ગયેલ હીરો કંપનીનુ બ્લેક કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નંબર વગરનુ લઇને દિ.પ્લોટ ૪૯ રોડ થી પ્રણામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વાળા રોડ તરફ આવે છે. જેને શરીરે ગુલાબી કલરનુ આખી બાંયનુ ટીશર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તે હકીકત આધારે આરોપી વિશાલ અરજણભાઇ કટેશીયા જાતે સતવારા ઉવ.૨૯ ધંધો મજુરી રહે. દિ.પ્લોટ ૫૮ શેરી નં-૮ જે.જે.ટાવરની સામેની ગલીમાં જામનગર વાળો ઉપરોક્ત વર્ણનવાળી હીરો કંપનીનુ બ્લેક કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર GJ-10-EA-9899 સાથે મળી આવતા સદરહુ મોટર સયકલની કિ.રૂ-૬૦,૦૦૦/- ગણી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૬૦૮૮૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) ના કામે કબ્જે કરી વાહન ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી પો.હેડ.કોન્સ. વિપુલભાઇ જે. સોનગરાએ આરોપીને અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી પો.ઇન્સ.વી.એમ.ડોડીયા તથાપો.હેડ.કોન્સ. મહેશભાઇ ડી. મોરી તથા વિપુલભાઇ જે. સોનગરા તથા મહેન્દ્રસિંહ વી. ચુડાસમા તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ બી. પરમાર તથા રાજેન્દ્રસિંહ જી. ડોડીયા દ્રારા કરવામા આવેલ છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
