તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 3rd November 2026
પોરબંદરના સ્વેદીશી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ

પોરબંદરઃ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા સ્વદેશી મેળામાં સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરગમ પરર્ફોમિંગ આર્ટ દ્વારા મિશ્ર રાસ, લોકગાયક રાજુભાઈ બારોટ દ્વારા લોકડાયરો તથા હીરાભાઈ મકવાણા ગ્રુપએ સંગીત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંગીત કાર્યક્રમમાં સંગીત નિયોજક કપિલભાઈ જોષી અને રવિભાઈ એરડાએ પોતાની સંગીતમય પ્રસ્તુતિથી કરી હતી ખાપટ સહિયર ગ્રુપની બાળાઓ દ્વારા પરંપરાગત રાસ તથા પંજાબી ભાંગડાની ઉત્સાહભેર રજૂઆત કરવામાં આવી હતી. બાળાઓની સુંદર અને ઉત્કળષ્ટ પ્રસ્તુતિને પ્રોત્સાહિત કરવા પ્રવીણભાઈ ખોરાવા તરફથી તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સાંસ્કળતિક કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિશન ગરસર, કોર્પોરેટર જ્યોતિબેન આસોડિયા, રૂહીબેન કોટિયા, પૂર્વ કાઉન્સિલર લીલાબેન મોતીવરસ, JCI સંસ્થાના સ્થાપક લાખણશીભાઈ ગોરાણિયા તથા મયુરભાઈ કુહાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
