તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
મોરબીના શાંતિધામ ખાતે રામધૂન મંડળના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
બાળકોએ રજૂ કર્યું રામજન્મથી રાજ્યાભિષેક સુધીનું સુંદર નાટક: દાતાઓ તરફથી શિશુ મંદિરને 1.12 લાખનું અનુદાન અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અર્પણ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં લીલાપર રોડ પર આવેલા શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાન ખાતે 'શ્રી રામધૂન મોક્ષ ધૂન મંડળ' દ્વારા છેલ્લા એક વર્ષથી દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી રામધૂન બોલાવવામાં આવે છે. આ ઉપરાંત, ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન આ મંડળ દ્વારા દર મહિનાની અગિયારસ અને અમાસના દિવસે 12-12 કલાકની અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે.
આ રામધૂન મોક્ષ મંડળ હોલના એક વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીની સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના ધોરણ 3 ના ભૂલકાઓએ ઉપસ્થિત રહીને આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. બાળકોએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મથી લઈને તેમના રાજ્યાભિષેક સુધીના સંપૂર્ણ પ્રસંગોને નાટ્ય સ્વરૂપે ખૂબ જ આબેહૂબ રીતે રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.
આ પાવન પ્રસંગે બાળકો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે દાતાઓ દ્વારા શિશુ મંદિરને દિલ ખોલીને આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું. જેમાં શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલુભા ઉદયસિંહભાઇ જાડેજા ( જયદીપ ગ્રુપ ઓફ કંપની ) તરફથી 51,000, પ્રવીણભાઈ ભાલોડીયા તરફથી રૂ. 5,000 અને ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી રૂ. 5,000 મળી કુલ રૂ. 1,12,000 શિશુ મંદિરને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ પરિવાર) તરફથી હસ્તે દિલુભા શિશુ મંદિરના તમામ બાળકોને ભણતર માટે ઉપયોગી એવી શૈક્ષણિક કિટ (જેમાં સ્કૂલ બેગ, કંપાસ, પેન અને ચોપડા) પણ અર્પણ કરવામાં આવી હતી
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
