<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

અમરેલીના જાફરાબાદમાં મોડી રાત્રે સિંહે પોલીસ આવાસમાં લટાર મારતા સ્થાનિકોમાં કુતૂહલ

દરિયાકાંઠે આવેલા સર્કેશ્વર પોલીસ આવાસના મકાનમાં અચાનક સિંહ આવી પહોંચ્યો:સુરક્ષા જવાનોના રહેણાક વિસ્તારમાં સિંહની હાજરીથી સૌનું ધ્યાન ખેંચાયું

અમરેલીના જાફરાબાદમાં મોડી રાત્રે સિંહે પોલીસ આવાસમાં લટાર મારતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. દરિયાકાંઠે આવેલા સર્કેશ્વર પોલીસ આવાસના મકાનમાં અચાનક સિંહ આવી પહોંચ્યો હતો. સુરક્ષા જવાનોના રહેણાક વિસ્તારમાં સિંહની હાજરીથી સૌનું ધ્યાન ખેંચાયું હતું. સિંહ મોડી રાત્રે પોલીસ આવાસના પરિસરમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ આવાસ જેવા વિસ્તારમાં સિંહની આ રીતે લટારનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સિંહે કોઈને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી સામે આવી નથી.

(5:43 PM IST)