News of Monday, 14th September 2026
જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં કરંટ: 3 નંબરનું સિગ્નલ લગાવાયું
વરસાદી સિસ્ટમની અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો :તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં કરંટ અને ઊંચા મોજા ઉછળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમની અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, માંગરોળમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને દરિયાના ઉછળતા મોજાને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
