<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

"ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' અંતર્ગત જામનગર ટાઉનહોલમાં સાયબર અવેરનેશ કાર્યક્રમ યોજાયો : 700 પેમ્ફલેટનું વિતરણ કરાયું

ડીઝિટલ અરેસ્ટ સ્કેમ, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે તેમજ ઓનલાઈન ગૃમિંગ નિવારણ અને ઓનલાઈન સુરક્ષા બાબતે જાગ્રૃત કરાયા

જામનગર :પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી "Operation SURAKSHIT CYBER SPACE” નામે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નિર્લિપ્ત રાય તથા જામનગર  પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે She-Team ને બ્રીફ કરવામાં આવેલ જેમાં "સ્ટુડન્ટ ફેસિલિટેશન પ્રોગ્રામ” ટાઉનહૉલ જામનગર ખાતે સાયબર અવેરનેસના ૭૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવાં આવેલ. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન ઇ.પો.ઇન્સ. એન.બી.ડાભીની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમાંમાં જામનગર ખાતેના "સ્ટુડન્ટ ફેસિલિટેશન પ્રોગ્રામ” ટાઉનહોલ જામનગર ખાતે સાયબર ક્રાઇમ જેવા કે, ડીઝિટલ અરેસ્ટ સ્કેમ, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે તેમજ ઓનલાઈન ગૃમિંગ નિવારણ અને ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ બાબતે સાયબર અવેરનેસ અંગેના ૭૦૦ પેમ્પલેટનુ વિતરણ કરવામા આવેલ.

આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન "સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું 

(10:58 PM IST)