તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
જામનગરમાં સાયબર ક્રાઇમ અને એસ.ઓ.જી દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો: લોકોને જાગૃત કરાયા
“એમ્યુઝમેંટ પાર્ક” જામનગર ખાતે અવેરનેશ અંગેના ૪૦૦ પેમ્પેલેટનુ વિતરણ કરવામા આવેલ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઇમ અવેરનેશ” તથા “સ્પેશયલ ઓપરેશન ગ્રુપ” દ્રારા NDPS, નાર્કોટ્રીક્સ,ડ્રગ્સ અંગેના અવેરનેશ માટે તા.૨૮૦૫૨૦૨૬ ના “એમ્યુઝમેંટ પાર્ક” જામનગર ખાતે અવેરનેશ અંગેના ૪૦૦ પેમ્પેલેટનુ વિતરણ કરવામા આવેલ હતું. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન ઇ.પો.ઇન્સ. એન.બી.ડાભી, ઈ.પો.ઈન્સ.વી.બી.ચૌધરી તથા પો.સ.ઇન્સ. એચ.કે.જાલાનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં જામનગરના “એમ્યુઝમેંટ પાર્ક” ખાતેના ૪૦૦ લોકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ,ડિજિટલ અરેસ્ટ સ્કેમ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવા માટે સાયબર અવેરનેશ અંગેના ૪૦૦ પેમ્પલેટનુ વિતરણ કરવામા આવેલ.
"સ્પેશયલ ઓપરેશન ગ્રુપ” દ્રારા ગાંજો, અફીણ, ચરસ વિગેરે નશાકારક કેફી દ્રવ્યનુ સેવનથી થતા નુકશાન અને તેનાથી વ્યક્તિ તથા સમાજને થતા નુકશાન બાબતે તેમજ નશાકારક દ્રવ્યથી દુર રહેવા બાબતે તેમજ આજુબાજુ વિસ્તારમાં આવા એન.ડી.પી.એસ ડ્રગ્સનુ થતુ વેચાણ સંબંતે તુરત જ એસ.ઓ.જી. તેમજ એન.ડી.પી.એસ હેલ્પ લાઇન નંબર 1933 ઉપર માહીતી પ્રદાન કરવા અને આ ડ્રગ્સ દુષણ ને સંપુર્ણ નાબુત કરવાની ગુજરાત સરકારની મોહીમમા જોડાવવા વિનંતી તથા જરૂરી માર્ગદર્શન સુચના આપવામાં આવેલ
આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.કે.જાલા, હેડ કોન્સટેબલ ફુલદિપસિહ વી.જાડેજા, પો.કો.હિરલબેન દવે અને પો.કો.ભાવિશાબેન વસરા તથા “સ્પેશયલ ગ્રુપ ઓફ ઓપરેશન”ના પો.કોન્સ.કુલદિપસિંહ સોઢા અને પો.કોન્સ લાલજીભાઇ રાતડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
