<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સીઆઇડી ગાંધીનગર દ્વારા 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' ડ્રાઈવ અંતર્ગત જામનગરમાં સાયબર અવેર્નેશ સેમિનાર :વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન અપાયું

“કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ” સંચાલીત કન્યા વિદ્યાલય ખાતે ૧૦૦ વિદ્યાર્થિનીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા

જામનગર :પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી "Operation SURAKSHIT CYBER SPACE” નામે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગરય પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૦૩/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે She-Team ને બ્રીફ કરવામાં આવેલ તથા “કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ” સંચાલીત કન્યા વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૦૦ વિદ્યાર્થિનીઓને સાયબર અવેરનેસ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ અને સાયબર અવેરનેસના ૧૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવાં આવેલ. આ કાર્યક્રમનું સફળ આયોજન પો.ઇન્સ. આઈ.એ.ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં જામનગરના “કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ” સંચાલીત કન્યા વિદ્યાલય ખાતે ૧૦૦ વિદ્યાર્થિનીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવામાં આવેલ ઉપરાંત ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ આપવામાં આવેલ. તેમજ સાયબર અવેરનેસ અંગેના ૧૦૦ પેમ્પલેટનુ વિતરણ કરવામા આવેલ.

આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.કોન્સ.હિરલબેન દવે અને પો.કોન્સ ભાવિશાબેન વસરા દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:58 PM IST)