News of Monday, 19th October 2026
અર્નબ વાવાઝોડુ
વિતેલા વર્ષના ચોમાસાના અંતભાગથી હાલના ચોમાસા દરમિયાન એક નામ સતત ગુંજી રહયુ છે હાલના પુરા ચોમાસા દરમિયાન એક પણ વાવાઝોડુ બન્યુ નહી પણ માસાંતે બંગાળની ખાડીમાં વાવાઝોડુ બનવાની જાગેલી સંભાવનાઓથી અર્નબ નામ ફરી ગુંજતુ થયુ છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૯: એશિયાના તેર દેશો દ્વારા અહીં ઉદભવતા વાવાઝોડાઓના નામકરણ અપાય છે. ‘અર્નબ' વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ તરફથી અપાયેલુ છે. ગયા વર્ષના નેઋત્યના ચોમાસાના વિડ્રોલ થયા બાદ ‘‘મોન્યા'' નામનું વાવાઝોડુ ત્રાટકેલુ. જેણે ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસાવેલો હતો. ‘મોન્થા' બાદના ક્રમે ‘અર્નબ' નામ આવે છે. ગયા વર્ષે મોન્થા બાદ ફરી એક વાવાઝોડુ બને તેવી માત્ર સંભાવના જાગેલી અને તેનુ નામ અર્નબ વાવાઝોડુ હશે તેવા ઉલ્લેખ સાથે અહેવાલો ચમકેલા. જો કે ગયા વર્ષે પછી એક પણ વાવાઝોડુ ન બનેલ પણ ગયા વરસથી જ ‘‘અર્નબ'' નામ ગુંજતુ થઇ ગયેલુ. હવે ૨૦૨૬ના વિતેલા ચોમાસા દરમ્યાન ઘણી સીસ્ટમ્સ બંગાળની ખાડીમાં બનેલી અને તે સીસ્ટમ્સ પૈકી જે સીસ્ટમ વાવાઝોડુ બને તેવી મજબુત હતી તેના માટે સંભાવના રૂપે તે અર્નબ વાવાઝોડુ બનશે તેવો ઉલ્લેખ વિતેલા દિવસોમાં અચુક જોવા- સાંભળવા મળેલો. જો કે હાલના પુરા ચોમાસા દરમિયાન મજબુત સીસ્ટમ્સ પણ ડીપ્રેશન અથવા ડીપ ડીપ્રેશન કેટેગરી સુધી પહોંચી લેન્ડફોલ થયેલી. એક પણ વાવાઝોડુ હજુ સુધી બની શકયુ નથી. માત્ર ''અર્નબ વાવાઝોડુ'' નામ ગુંજતુ રહયુ. હવે આગામી દિવસોમાં આ માસના અંત ભાગે અરબ સાગર અને બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડુ બને તવી સીસ્ટમ્સ ઉદભવે તેવી સંભાવનાઓ જાગી છે ત્યારે બંગાળની ખાડીની સીસ્ટમ ‘‘અર્નબ વાવાઝોડુ'' બની શકે એવી સંભાવના યુ ટયુબ ચેનલો ભડકાઉ વેધર ફોરકાસ્ટ કરીને અર્નબ વાવાઝોડુ બનશે તેવી આગાહીઓ કરી રહી છે.
આમ ‘અર્નબ' નામ બે વરસથી સતત ગુંજતુ રહેવા છતા વાસ્તવિક સ્વરૂપનું ‘‘અર્નબ વાવાઝોડુ'' હજુ જોવા મળી રહયુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં ઓકટોબર- નવેમ્બર મહિનાઓમાં વિશેષરૂપે વાવાઝોડા ઉદભવતા હોય છે. શું તેમાં અર્નબ વાવાઝોડુ હકીકતમાં આકાર લેશે? અરબ સાગરમાં ગઇકાલે ઉદભવેલ સીસ્ટમ લો પ્રેશરમાંથી હવે મજબુત બની વેલમાર્ક લો પ્રેશર કેટેગરી બાદ આ સીસ્ટમ ડીપ્રેશન પણ બની જશે. જો કે આ સીસ્ટમ ભારતથી દુર જઇ રહી છે. જેથી અરબ સાગરની આ સીસ્ટમ આપણા માટે કોઇ અસરકર્તા નહી રહે?.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
