<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ચક્રવાતી વાવાઝોડું ‘મુરાસુ'નું દક્ષિણ આંધ્રપ્રદેશમાં લેન્‍ડફોલ

ગુજરાતને કોઈ અસર નહીં, દિવાળી સુધી માવઠાની શકયતા નહિવત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૩: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘મુરાસુ' દક્ષિણ આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસાપુર વચ્‍ચે દરિયાકાંઠે લેન્‍ડફોલ થયું છે. લેન્‍ડફોલ દરમિયાન આ વિસ્‍તારમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, હવે આ વાવાઝોડું ઉત્તરપヘમિ દિશામાં આગળ વધશે અને ક્રમશઃ નબળું પડતું જશે. હવામાન નિષ્‍ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા - ટંકારા) ના જણાવ્‍યા મુજબ મુજબ આવતીકાલ સુધીમાં આ સિસ્‍ટમ સામાન્‍ય લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. ચક્રવાતી વાવાઝોડું મુરાસુની ગુજરાત પર કોઈ અસર થવાની શકયતા નથી. સૌરાષ્‍ટ્રમાં આજે એકલ-દોકલ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વાદળો બની શકે છે અને કયાંક છૂટાછવાયા હળવા છાંટા પડી શકે છે. જોકે, વ્‍યાપક વરસાદની કોઈ શકયતા નથી. હવામાન નિષ્‍ણાત રમેશ બસીયાના જણાવ્‍યા અનુસાર આવતીકાલથી લઈને દિવાળી સુધી સૌરાષ્‍ટ્ર, કચ્‍છ સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાની કોઈ શકયતા નથી. ખેડૂતો અને ખેતીના પાક માટે હાલ વરસાદની ચિંતા કરવાની જરૂર જણાતી નથી. તાપમાન ૩૪થી ૩૬ ડિગ્રીની રેન્‍જમાં રહેશે આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન ૩૪થી ૩૬ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે. પવન મુખ્‍યત્‍વે ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે. જ્‍યારે ઝાકળ અને ઝાકળવર્ષા થવાની શકયતાઓ પણ ઓછી જોવા મળી રહી છે. આમ, ચક્રવાતી વાવાઝોડું મુરાસુ આંધ્રપ્રદેશમાં વરસાદી માહોલ સર્જ્‍યા બાદ નબળું પડશે, પરંતુ ગુજરાત માટે હાલ રાહતના સમાચાર છે. દિવાળી સુધી રાજ્‍યમાં મોટાભાગે વરસાદ વિહોણું અને સૂકું હવામાન રહેવાની આગાહી છે

(11:31 AM IST)