તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
જૂનાગઢના ગિરનાર તીર્થના દામોદર કુંડ ધાટ બે દિવસ સફાઈ માટે બંધ રહેશે
તા.૨૧ અને ૨૨ એપ્રિલે મેન્ટેનન્સ અને સફાઈ કામગીરી: ગુરુવારથી યાત્રિકો માટે પુન: ખુલશે, સ્નાન અને વિધીઓ કરી શકાશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૨૦: ગરવા ગિરનારના પવિત્ર તીર્થધામ ખાતે આવેલ દામોદર કુંડ ધાટ આગામી તા.૨૧ અને ૨૨ એપ્રિલ એમ બે દિવસ ધાટ મેન્ટેનન્સ અને સફાઈ કામગીરી માટે યાત્રિકો માટે બંધ રાખવામાં આવશે.
દામોદર કુંડના તીર્થગોર નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ ગુરુવારથી આ ધાટ યાત્રિકો માટે પુન: ખુલ્લો મુકવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ તમામ ધાર્મિક વિધીઓ કરી શકશે અને સ્નાન પણ કરી શકાશે.
તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને આ બે દિવસ દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.(તસ્વીર: મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
