તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ગોંડલના પંછીયાવદરમાં ખતરનાક ચાંદીપુરા વાયરસનો કેસઃ ટીમો દોડી ગઇઃ જીલ્લામાં કુલ ૬ શંકાસ્પદ કેસો નોંધાયા
આ ૬માંથી ૪ના રીપોર્ટ નેગેટીવઃ ૧ કેસ પેન્ડીંગ : કલેકટરે આપેલી વિગતો

રાજકોટ, તા.૨૩: જિલ્લામાં ચાંદીપુરા વાયરસ એક કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. સ્થિતિ વિશે વિસ્તળત માહિતી આપતા કલેકટરે ઉમર્યુ હતુ કે, જિલ્લામાં અત્યાર સુધી કુલ ૬ શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી ૪ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેના કારણે તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે ૧ કેસ હજુ પેન્ડિંગ છે અને ૧ કેસ પોઝિટિવ હોવાનું સાબિત થયું છે.
જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે, તે દર્દી ગોંડલ તાલુકાના પંછીયાવદરગામનો છે. પોઝિટિવ કેસ મળતાની સાથે જ જિલ્લાની આરોગ્ય ટીમ તાત્કાલિક પંછીયાવદર ગામ ખાતે દોડી ગઈ હતી અને સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી હતી.
ગોંડલના પંછીયાવદર ગામે પોઝિટિવ દર્દી મળ્યા બાદ આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા ગામમાં ઘરે-ઘરે જઈને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પંછીયાવદર ગામમાં આશરે ૨૦૦થી વધુ ઘર અને ૧,૦૦૦થી વધુ રહિશોની આરોગ્ય તપાસ અને સર્વેલન્સની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ સર્વે દરમિયાન ખાસ કરીને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, કારણ કે આ વાયરસ મુખ્યત્વે બાળકોને વધુ પ્રભાવિત કરે છે. ગામના તમામ બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈપણ બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક મોનિટર કરી સારવાર આપવામાં આવી રહી છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
