<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

દાઉદી વ્‍હોરા ધર્મગુરૂ ગુજરાતની મુલાકાતે આવશે

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૬: દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમા દાઈ (સર્વોચ્‍ચધર્મગુરુ)  ડો. સૈયદના અબુ જાફરુસ્‍સાદિક આલિક્‍દર મુફ્‌દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) આગામી ડિસેમ્‍બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત રાજ્‍યની મુલાકાત લેતાં હોય ત્‍યારે તેમના અનુયાયીઓમાં ખુશીનો ભારે સંચાર થયો આ વાતને લઈ ગુજરાતના અમદાવાદ સિદ્ધપુરમાં બિરાદરોએ ફટાકડાંની આતશબાજી કરી પોતાની ખુશી વ્‍યક્‍ત કરી હતી આગામી તા.૬ના રોજ દુનિયાભરના દાઉદી વ્‍હોરા સમાજના મહાન ઓલિયા સૈયદના કુતુબખાન કુત્‍બુદ્દીન શહીદનો અમદાવાદ ખાતે ઉર્ષ મુબારક હોય તે દિવસે ડો. સૈયદના સાહેબ ધર્મપ્રવચન કરશે તે પ્રવચનનો લ્‍હાવો લેવા માટે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના પ્રત્‍યેક ગામોના વ્‍હોરા બિરાદરો મોટી સંખ્‍યામાં જશે.  અમદાવાદ આવી સિદ્ધપુર સહિતના ગામોમાં પધરામણી કરશે

(11:53 AM IST)